રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે . કાલાવડના 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની આશંકાના આધારે રાજકોટની જનના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે . કાલાવડના 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની આશંકાના આધારે રાજકોટની જનના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે
રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે . કાલાવડના 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની આશંકાના આધારે રાજકોટની જનના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. જ્યારે ગોંડલનું 3 વર્ષનું બાળક સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે. જનાના હોસ્પિટલમાં હાલ ચાંદીપુરા વાયરસના 9 દર્દીઓ સારવાર હેઠળ છે.
ગોંડલથી 3 વર્ષના બાળકને ચાંદીપુરાની શંકાના આધારે રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જેને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કાલાવડમાં 2 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસ હોવાની શંકાના આધારે દાખલ કરવામાં આવ્યું છે, હાલ તેની સારવાર ચાલી રહી છે.
રાજકોટની જનાના હોસ્પીટલમાં હાલ ચાંદીપુરાના 9 દર્દીઓ દાખલ છે. જે માંથી 1 ચાંદીપૂરા પોઝિટિવ છે અને ૬નો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને અન્ય 2 શંકાસ્પદ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસોમ સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. રાજકોટમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 9 દર્દીના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભ્ગા દ્વારા હેલ્પ લાઈન નંબરપણ જાહેર કરવામાં આવ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0