પાર્કિંગ એરીયા નક્કી કર્યો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ઉઘરાણાં કરતા હોવાથી રોષ, પ્રવાસી સ્થળોએ ટોઇલેટની વ્યવસ્થા નહિ, વેપારીઓએ પણ પ્રવાસીઓને લૂંટ્યા
પાર્કિંગ એરીયા નક્કી કર્યો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ઉઘરાણાં કરતા હોવાથી રોષ, પ્રવાસી સ્થળોએ ટોઇલેટની વ્યવસ્થા નહિ, વેપારીઓએ પણ પ્રવાસીઓને લૂંટ્યા
દિવાળીનાં તહેવારો અને વેકેશન દરમિયાન સૌરાષ્ટ્રનાં ધાર્મીક સ્થળોની સાથે દીવ જેવા પ્રવાસન સ્થળે સહેલાણીઓ ફરવાનું પસંદ કરતા હોય છે ત્યારે દીવમાં દિવાળી પર્વે હજારો લોકો ઉમટી પડતા જ્યાં નજર જાય ત્યાં હજારો વાહનોની ભીડ જોવા મળતી હોય છે ત્યારે દીવ પ્રસાશન દ્વારા વાહન પાર્કિંગ એરીયા નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ આ જગ્યા ટૂંકી પડી હતી ત્યારે લોકો પોતાના વાહનો જાહેર રસ્તા અને ખાનગી માલીકીના મકાન દુકાન અને ખાલી પડેલી જગ્યા એ પાર્કિંગ કરી જોવા લાયક સ્થળોએ પગ પાળા ચાલી તહેવાર દરમ્યાન મોજ માણી રહ્યા હતા પરંતુ દીવના પ્રવાસન સ્થળ એ આવતાં લોકો પાર્કિંગ કોન્ટ્રાકટરના ચારે તરફ ઊધરાણા કરતાં લુખ્ખા તત્વોના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઊઠયા હતા. આ ઉઘાડી લૂંટ તંત્રની મીઠી નજર હેઠળ થઇ રહ્યું હોવા છતાં પાર્કિંગ નામે ઊધરાણા બંધ કરાવવા કોઈ તૈયાર નથી. ત્યારે દીવમાં મોજમસ્તી માણવા આવેલા હજારો લોકો સાથે ગેરકાનૂની રીતે દાદાગીરી કરી પાર્કિંગના પૈસાની વસુલાત કરતા હોવાની અઢળક ફરિયાદો ઉઠી રહી છે.
દીવ મ્યુનિસિપલ એરીયા વિસ્તારમાં બંદર ચોક, ફોર્ડ કિલ્લો તેમજ ખુખરી પોઈન્ટ નાગવા બીચ ગંગેશ્વર મહાદેવ મંદિર જેવાં ફરવા લાયક ઐતિહાસિક સ્થળોએ પાર્કિંગ ઝોન એરીયા નક્કી કરી તેને કોન્ટ્રાકટર એજન્સી હવાલે કરીને પાર્કિંગ નક્કી કરેલા દરો વસુલાત કરવાનાં હોય છે અને જ્યાં સુધી વાહન પાર્કિંગ એરીયામાં હોય ત્યાં સુધી જવાબદારી પાર્કિંગ એજન્સીની રહે છે પરંતુ અહીં તંત્ર દ્વારા પ્રવાસીને સરેઆમ લુંટવાનો પરવાનો અપાયો હોય તેમ ચારે કોર પાર્કિંગ નામે બોર્ડ લગાડીને પ્રવાસીઓ પાસે દાદાગીરીથી પાર્કિંગની પહોંચો પકડાવી પૈસાની વસુલાત કરતાં હોવાની ફરીયાદો ઉઠી છે. દીવ આવતાં એક વાહનને ઓછામાં ઓછો એક હજાર સુધી ફરવા માટે જુદીજુદી જગ્યાએ માત્ર પાર્કિંગનો ચાર્જ ચુકવો પડતો હોવાનાં કારણે પ્રવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો અનેક લોકોના બજેટ ખોરવાયા છે. આટલું જ નહીં આ પાર્કિંગ એજન્સી દ્વારા મુકાયેલાં ઊધરાણા કરતાં લુખ્ખા લોકો પાસે પોતાનાં ઓળખ કાર્ડ પણ નહીં હોવાથી થેલા લઈ સાયકલ, મોટરસાયકલ પર કોઈ પણ જગ્યાએ આવીને જાહેર રસ્તા અને ખાનગી માલીકીનાં મકાન દુકાન પાસે તેમજ પાર્કિંગ સ્થળ એરીયા નહીં હોય ત્યાં વાહન પાર્કિંગ કર્યું હોય ત્યાં આવીને પાર્કિંગ નામે ઊધરાણા કરીને પ્રવાસીઓને હેરાનગતી કરતાં હોવાનું બહાર આવ્યું છે.
દરિયાના પ્રદેશ ગણાતા દીવમાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે કે પછી તંત્રની નાકામિયાબી હોય તેમ ચર્ચ, કિલ્લા, ખુખરી પોઈન્ટ નાગવા બીચ, ગંગેશ્વર પોઈન્ટ સહિત વિવિધ સ્થળોએ ટોઇલેટની સુવિધા તો છે પરંતુ પાણીના અભાવે ભારે ગંદકી ફેલાઈ છે અને આ સ્થળો દુર્ગંધથી ઉભરાઈ રહ્યા છે. આમ તો દીવ દમણ પ્રસાશન દ્વારા દીવને આકર્ષણ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, દરેક જગ્યા એ પાર્કિંગની વ્યવસ્થા કોન્ટ્રાકટરને હવાલે કરી દેવાઈ છે અને લોકો પાસેથી પાર્કિંગ નામે લાખો રૂપિયાના ઊધરાણા કરી લેવાયાં પછી પણ જે સ્થળે ટોઇલેટમાં પૂરતી વ્યવસ્થા ઊભી કરવામાં તંત્ર નબળું પુરવાર થયું છે. તો સ્થાનિક ધંધાર્થીઓએ પણ વસ્તુઓ વેચતી વખતે પ્રિન્ટ કરતા વધુ ભાવ લીધા હોવાની ફરિયાદો ચારેકોરથી ઉઠી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0