મસ્જિદની પતરાની છતમાં ગાબડા, ફટાકડો ફેંકનારને રોકવા હિન્દુભાઈઓ જ મેદાને, બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
મસ્જિદની પતરાની છતમાં ગાબડા, ફટાકડો ફેંકનારને રોકવા હિન્દુભાઈઓ જ મેદાને, બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
માંગરોળની મસ્તાના મસ્જિદમાં દિવાળીની રાત્રે કેટલાક લુખ્ખા તત્વોએ ફટાકડા ફોડીને મસ્જિદને નુકસાન પહોંચાડી શહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરી શહેરની શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ કર્યો હતો. જો કે હીન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનોની સુઝબૂઝે તેઓની મેલી મુરાદ બર આવવા દિધી નથી.
માંગરોળ શહેરને કૌમી એકતાનું પ્રતિક અને શાંતિનું પાટનગર માનવામાં આવે છે. અહીં બંને સમાજના સ્થાનિક આગેવાની સૂઝબૂઝ અને લોકોની કૌમી એખલાસની સકારાત્મક ભાવના અમુક તત્વોની મેલી મુરાદો બર આવવા દેતા નથી. ગુરુવારે રાત્રે માંગરોળમાં હીન્દુ ભાઈઓ હર્ષોલ્લાસથી દિવાળી મનાવી રહ્યા હતા, ત્યારે કેટલાક અસામાજીક તત્વો દિવાળી બગાડવા અને કોમી ભાવના ભડકાવવાના બદ ઈરાદે શહેરના લિમડા ચોક નજીક આવેલી મસ્તાના મસ્જિદના પરીસરમા ફટાકડા અને સુતળી બોમ્બ સળગાવી ઘા કરી મસ્જિદને નુકસાન પહોચ્યું હતું. જેના લીધે મસ્જિદના પરીસરમા બનાવેલ પતરાંના છાપરામાં ગાબડા પડી ગયા હતા. મસ્જિદની છત પર રાખેલ ગાલેજા પણ કેટલીક જગ્યાએથી સળગી ગયા હતા.
વહેલી સવારે મસ્જિદના મૌઝીન આવતા તેમણે મસ્જિદના પરિસરમાં ચારેબાજુ ફૂટેલા સુતળી બોમ્બના ડુચાઓ અને ફટાકડાનો કચરો જોવા મળ્યો હતો. તેમણે મસ્જિદમાં કાંઈક અઘટિત ઘટના બની હોવાની સંચાલકોને જાણ કરી હતી અને સંચાલકોએ તાત્કાલિક મસ્જિદે દોડી આવી પોલીસને જાણ કરી હતી. તેઓએ મસ્જિદની પવિત્રતાને ગંદી કરીને શહેરની સુલેહ શાંતિમા ભયનું વાતાવરણ ઉભું કરનારા અસામાજીક તત્વો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરી હતી.
આ બાબતે ઈન્ચાર્જ સીપીઆઈ મંઘરાએ બૈતુલમાલ ફંડના સેક્રેટરી હાફીઝ આહમદ હાજીબાના નિવેદનના આધારે ફરિયાદ લઇ તપાસ હાથ ધરી, યશ પૂનિત સિંધવા અને માનવ જયદેવ લલાડીયા વિરુદ્ધ 298,324(2) 54 એક્ટ હેઠળ ગુનો નોંધી એફઆઈઆર કરી હતી. જોકે આ બાબતે હજુ વધુ આરોપીઓના નામ ખુલી શકે છે.
આ ઘટના બાબતે એવું પણ જાણવા મળ્યું છે કે, મસ્જિદમાં ફટાકડા ફેંકનાર છાટકા બનેલા તત્વોને રોકવા માટે શાંતિપ્રિય હિન્દુ ભાઈઓ જ મેદાનમાં આવ્યા હતા અને અસામાજિક તત્વોને રોકવા ઝપાઝપી પણ કરી હોવાનું જાણવા મળે છે. જે એવું સાબિત કરે છે કે, આજ પણ આ દેશમાં કૌમી એખલાસમા માનતા લોકો બહુમતીમાં છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0