ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે આવેલ તળાવમાં નુકશાન થતા તેમના સમારકામમાં 10 ટકા પણ પૂરું થયેલ ન હોવાની ગ્રામ્યજનો દ્વારા કલેકટરને રજૂઆત કરી કામગીરી વ્હેલીતકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી .

આ અંગે બરૂલા ગ્રામ્યજનો દ્વારા કલેકટરને રજૂઆત કરી જણાવ્યુંકે , સૂત્રાપાડા તાલુકાના બરૂલા ગામે તળાવના પાળામાં મોટું નુકસાન થયું છે જે અંગે જિલ્લા ભાજપના અગ્રણી અને વેરાવળ કોલેજના પ્રો જીવાભાઇ વાળા દ્વારા સ્થળ પરથી જ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા સિંચાઈ અને માર્ગમકાન વિભાગના અધિકારીઓ, મામલતદાર, તલાટી સહીતનાના અધિકારીઓએ તાત્કાલિક બરુલાની મુલાકાત લીધી હતી અને સ્થળ પર નિરીક્ષણ કરતા અલીદ્રાને જોડતો 5 ગામનો રસ્તો ત્વરિત બંધ કરાવ્યો હતો અને ડાઇવર્ઝન માટે અને તૂટેલા પાળાથી વધુ નુકસાન ના થાય તે માટે કોન્ટ્રાક્ટરોએ યુધ્ધના ધોરણે કામગીર ચાલુકરી હતી.
કોન્ટ્રાક્ટરોએ નીતિ નિયમોને સંપૂર્ણ નેવે મૂકીને માટી કાઢી છે, બરૂલા અલિદ્રા, પ્રાચીને જોડતાં રસ્તાથી અને હયાત તળાવના પાળાથી 15 મીટર છોડીને માટી કાઢવી જોઈએ એના બદલે રસ્તાથી એક મીટર પણ છોડ્યા વગર અને વર્ટિકલ ખોદકામ થવું જોઈએ તેની જગ્યાએ સીધું 25 ફૂટ જેટલી માટી કાઢી લેવામાં આવી છે એટલે જ તળાવના પાળાંને ખુબ નુકસાન થયું છે અને હજુ પણ ફક્ત અલિદ્રા જતો રસ્તો ડાઈવર્ઝન કાઢી બંધ કર્યો છે અને તૂટેલા રસ્તા બાજુ પથ્થર નાખી દીધા છે, બાકીની બધી સાઇડ પાળો ખભળેલો છે તેમા પણ ત્વરિત કામ થવું જોઈએ કામગીરી અંગે હજુ પણ યોગ્ય અને તટસ્થ તપાસ થાય તેવી ગામના લોકોની માગણી હોવાનું જણાવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0