વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક ચકચાર મચી છે.
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક ચકચાર મચી છે.
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક ચકચાર મચી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં જ છરી વડે હુમલો કર્યો હતો આ ઘટનાના લઈને રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળા એકઠા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
ગઈ કાલે રાત્રે નાગરવાડા ગોલવાડ વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે બે કોમના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ વિક્રમ પરમાર ઉર્ફે વિકી તથા ભયલુ સહિત ત્રણ યુવક નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 પાસે ઊભી રહેલી આમલેટની લારી પાસે પૈસાની ઉઘરાણી માટે પહોંચ્યા હતા. ત્યારે બાબર પઠાણ મહેબૂબ અને વસીમ સહિત પાંચથી છ યુવકો સાથે અંગત અદાવત રાખી બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બંને કોમના ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત થયેલા વિક્રમ અને ભયલુ નામના બે યુવકને નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર, તેમના પુત્ર તપન પરમાર સહિત અન્ય યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. બંનેની સારવાર ચાલતી હતી, આ દરમિયાન પોલીસ હુમલાખોર બાબર ખાન પઠાણને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી.
સયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો પુત્ર તપન પરમાર ઊભો હતો. આ દરમિયાન અચાનક પોલીસ જાપ્તામાંથી નજર ચૂકવી તપન પરમાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પોલીસ હુમલાખોરને સયાજી હોસ્પિટલમાં લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર હતું નહીં, પરંતુ પોલીસની પાછળ કોઈ એક બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને તલવાર આપી હોવાનું માનવામાં આવે છે.આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ માટે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા.
નાગરવાડા સરકારી સ્કૂલ નંબર 10 નજીક આમલેટની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા પરમાર અને તેમના પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના યુવક બાબર પઠાણને જાપ્તા સાથે લઈને આવી હતી. ત્યારે પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર પર તલવારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભાજપના પૂર્વ મેયર પક્ષના નેતા તેમજ પૂર્વ કોર્પોરેટરો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0