આજે PM મોદીનો 73મો જન્મદિવસ છે. આ દરમિયાન પીએમ મોદી છેલ્લા 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને આજે સવારે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
આજે PM મોદીનો 73મો જન્મદિવસ છે. આ દરમિયાન પીએમ મોદી છેલ્લા 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને આજે સવારે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
આજે PM મોદીનો 73મો જન્મદિવસ છે. આ દરમિયાન પીએમ મોદી છેલ્લા 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને આજે સવારે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ સાથે તેમને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક ભેટમાં આપ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક જન્મદિવસ ભેટ રૂપે અર્પણ કર્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીનું આપનું પરિશુદ્ધ જાહેરજીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની પ્રતિબદ્ધતા, આપત્તિને ભગીરથ પુરુષાર્થ થકી અવસર બનાવવાનો આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્રોત છે.
વધુમાં લખ્યું હતું કે, તેજ ગતિએ વિકાસની સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતના સંવર્ધનની આપની કાળજીએ આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી છે. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના આપશ્રીના લક્ષ્યમાં આહુતિ આપવા આજે દેશનો જન-જન ઉત્સુક બન્યો છે. ઈશ્વર સમક્ષ આપશ્રીના યશકીર્તિથી પરિપૂર્ણ, સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0