મધ્યપ્રદેશની બે વિધાનસભા બેઠક બુધની અને વિજયપુર પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ફટકો આપ્યો છે.
મધ્યપ્રદેશની બે વિધાનસભા બેઠક બુધની અને વિજયપુર પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ફટકો આપ્યો છે.
મધ્યપ્રદેશની બે વિધાનસભા બેઠક બુધની અને વિજયપુર પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ફટકો આપ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો ગઢ ગણાતી બુધની વિધાનસભા બેઠક પર શરૂઆતના વલણોમાં કોંગ્રેસ આગળ છે. જો શ્યોપુર જિલ્લાની વિજયપુર વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીંથી મંત્રી રામનિવાસ રાવત આગળ છે.
સવારે 10:30 વાગ્યે વિજયપુર બેઠક પર છઠ્ઠા રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર રામનિવાસ રાવતની લીડ ઘટી જતાં તેઓ 5242 મતોથી આગળ છે. પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ બુધની વિધાનસભા બેઠક પર કોંગ્રેસના રાજકુમાર પટેલ 6481 મતોથી આગળ છે.
બુધનીમાં 13 રાઉન્ડમાં મતગણતરી થવાની છે. બપોરે 1 વાગ્યા સુધીમાં અહીં પરિણામ આવવાની અપેક્ષા છે. આ પેટાચૂંટણીમાં બુધની વિધાનસભા બેઠક પરથી 20 ઉમેદવારો મેદાનમાં હતા. મુખ્ય મુકાબલો ભાજપના પૂર્વ સાંસદ રમાકાંત ભાર્ગવ અને કોંગ્રેસના રાજકુમાર પટેલ વચ્ચે છે. સાંસદ તરીકે ચૂંટાયા બાદ કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના રાજીનામાને કારણે બુધની બેઠક ખાલી પડી હતી.
સિહોર જિલ્લાની બુધની વિધાનસભા બેઠક માટે પણ 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી. 363 મતદાન મથકો પર મતદારોએ મતદાન કર્યું હતું. સિહોરની સરકારી મહિલા પોલીટેકનીક કોલેજ ખાતે બુધની વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 2 રૂમમાં દરેક 14 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. પોસ્ટલ વોલેટની ગણતરી માટે એક અલગ ટેબલ છે.
બુધની એસેમ્બલી સીટ મધ્યપ્રદેશની હાઈપ્રોફાઈલ સીટમાંથી એક છે, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ સીટ પરથી 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, શિવરાજે 2024ની લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા બાદ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આ બેઠક ખાલી પડી હતી. તેમની જગ્યાએ પાર્ટીએ તેમના નજીકના સહયોગી રમાકાંત ભાર્ગવને મેદાનમાં ઉતાર્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0