દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. વલસાડના ધરમપુરના કોંગ્રેસી અગ્રણી ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે
દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. વલસાડના ધરમપુરના કોંગ્રેસી અગ્રણી ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે
દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. વલસાડના ધરમપુરના કોંગ્રેસી અગ્રણી ભાજપના સભ્ય બન્યા હોવાનો ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. ત્યારે આ મામલે કોંગ્રેસ-ભાજપના સોશિયલ મીડિયામાં આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે.
વલસાડ જિલ્લા પ્રમુખ રમેશ પટેલ અને કોંગ્રેસના માજી કારોબારી સભ્ય રાજેશ પટેલ પણ ભાજપના સભ્ય નોંધણી અભિયાન દરમ્યાન ભાજપ સાથે જોડાયા હોવાના ફોટા સાથે સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. ત્યારે કોંગીઅગ્રણીઓની કથિત ભાજપના સભ્ય બન્યા હોવાની ચર્ચાએ જોર પડકડતા આખરે કોંગ્રેસ અગ્રણીઓએ દ્વારા આ મુદ્દે ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે આક્ષેપો કરવામ આવ્યા છે. તેમના મતે તેમના મોબાઈલ દ્વારા સંમતિ વીના તેમને ધારાસભ્એ તેમની જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. બંને પક્ષો તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. . રાજેશ પટેલએ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપ કર્યા છે કે તેમની જાણ બહાર અરવિંદ પટેલે તેમને ભાજપના સભ્ય બનાવી દીધા. તો રાજેશ પટેલના આક્ષેપ પર ધારાસભ્ય અરવિંદ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી. અરવિંદ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ સ્વેચ્છાએ ભાજપમાં સભ્ય બન્યા હતા. હવે રાજકારણ શરૂ થતાં ખોટા આક્ષેપ કરતાં હોવાનો દાવો કરીને ધારાસભ્ય બચાવ કરી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0