ગુજરાતના ગરબા અને પરંપરાગત નૃત્ય દેશભરમાં જ નહિ સમગ્ર વિશ્વમાં જાણીતા છે જે દરેક કાર્યક્રમમાં ધ્યાનાકર્ષક બની જાય છે.
ગુજરાતના ગરબા અને પરંપરાગત નૃત્ય દેશભરમાં જ નહિ સમગ્ર વિશ્વમાં જાણીતા છે જે દરેક કાર્યક્રમમાં ધ્યાનાકર્ષક બની જાય છે.
ગુજરાતના ગરબા અને પરંપરાગત નૃત્ય દેશભરમાં જ નહિ સમગ્ર વિશ્વમાં જાણીતા છે જે દરેક કાર્યક્રમમાં ધ્યાનાકર્ષક બની જાય છે. ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની ઝાંખીએ 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'માં પ્રથમ સ્થાન મેળવીને માત્ર પોરબંદરનું જ નહિ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. 'ગુજરાત: આનર્તપુરથી એકતા નગર - હેરિટેજ ટુ ડેવલપમેન્ટનો અદ્ભુત સંગમ' થીમ હેઠળ રજૂ થયેલી ઝાંખીમાં મહેર સમાજના પ્રખ્યાત મણિયારા રાસની પ્રસ્તુતિએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
નિલેષભાઈ પરમારની આગેવાનીમાં મહેર રાસ મંડળ છાંયાના કલાકારો અને ભાવનાબેન ઓડેદરા તેમજ રીનાબેન બાપોદરાની આગેવાનીમાં ફોર-એમ રાહડા ગ્રુપની બહેનોએ મહેર સમાજની સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરી હતી. આ કલાકારોએ ગણતંત્ર દિવસની પરેડ પહેલાં દિલ્હીમાં યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં પણ તૃતીય સ્થાન મેળવ્યું હતું.
ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો તથા વિભાગોની કુલ 31 ઝાંખી રજૂ થઈ હતી. ગુજરાતના કલાકારોની આ સિદ્ધિને બિરદાવવા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમની મુલાકાત લઈને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના અનુભવો જાણ્યા હતા. આ સફળતાએ રાષ્ટ્રીય સ્તરે મણિયારા રાસને નવી ઓળખ અપાવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0