નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ પૂછપરછ માટે બોલાવી શકે છે
નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ પૂછપરછ માટે બોલાવી શકે છે
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ઈ.ડી થોડા સમયમાં જ પૂછપરછ માટે સમન્સ પાઠવી શકે છે. જો કે આ બાબતે હજુ સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગની તપાસમાં ઈ. ડી. રાહુલને પૂછપરછ માટે બોલાવી શકે છે. આ અગાઉ એજન્સીએ જૂન 2022માં કોંગ્રેસના સાંસદની પણ પૂછપરછ કરી છે.
સૂત્રો મુજબ ED ગેરરીતિઓની તપાસને લઈને કોઈ નિષ્કર્ષ માટે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ તપાસ પૂરી કરવાની તૈયારી કરી રહી છે, આથી જ રાહુલ ગાંધીને ફરી પૂછપરછ માટે બોલાવી શકે છે. અલબત ED પહેલાથી જ આ કેસમાં વિવાદિત એવી 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે.
EDના એક અધિકારીનું કહેવું છે કે, 'અમે AJL તપાસ પૂર્ણ કરીને ફરિયાદ દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી કેસ ટ્રાયલમાં જાય. આથી રાહુલ ગાંધી સહિત આ સાથે જોડાયેલા તમામ લોકોને જલ્દી બોલાવવામાં આવી શકે છે. આ બાબતે સોનિયા ગાંધીને પણ સમન્સ પાઠવવામાં આવશે કે નહિ તે હજુ જાણવા નથી મળ્યું.
જૂન 2022માં પણ ED દ્વારા ચાર રાઉન્ડની પૂછપરછમાં રાહુલ ગાંધીની લગભગ 40 કલાક પૂછપરછ થઈ હતી. તેમજ ત્યારે સોનિયા ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીએ એ થોડા દિવસો પહેલા તેમના સામે ફરી EDના દરોડા પડી શકે છે એવી આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ ત્યારે ક્યાં કેસમાં કાર્યવાહી થશે એ તેમણે સ્પષ્ટ કર્યું ન હતું.
અગાઉની પૂછપરછ દરમિયાન, સોનિયા અને રાહુલે ED અધિકારીઓને કહ્યું હતું કે યંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એક બિન-લાભકારી કંપની છે અને નેશનલ હેરાલ્ડની પેરેન્ટ કંપની AJL (જે 2010માં યંગ ઈન્ડિયન દ્વારા ખરીદવામાં આવી હતી)ના તમામ નાણાકીય વ્યવહારો મોતીલાલ વોરા હસ્તક હતા અને તેઓ જ એ સંચાલિત કરતા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0