કેશોદ શહેર મધ્યેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરના સ્વાંગમાં બુટલેગરો નવો કિમીયો અપનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી આર્થિક લાભ મેળવવાની ફરિયાદો મળી હતી
કેશોદ શહેર મધ્યેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરના સ્વાંગમાં બુટલેગરો નવો કિમીયો અપનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી આર્થિક લાભ મેળવવાની ફરિયાદો મળી હતી
કેશોદ શહેર મધ્યેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરના સ્વાંગમાં બુટલેગરો નવો કિમીયો અપનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી આર્થિક લાભ મેળવવાની ફરિયાદો હોય કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબ્બીરભાઈ દલ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયાને માહિતી મળી હતી કે, હિરેનભાઈ પ્રફુલ્લભાઈ સેજપાલ દમણથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ આવી રહ્યો છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી પોલીસ કાફલા સાથે નવદુર્ગા માતાજીના મંદિર પાસે વોચમાં હતા ત્યારે ખાનગી ટ્રાવેલ્સમાંથી હાથમાં કાળો થેલો લઈ મુસાફર શંકાસ્પદ હિલચાલમાં ધ્યાને આવતા પંચો રૂબરૂમાં થેલો તપાસતાં ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી. તેમની પાસે પાસ પરમીટ ન હોય પુછપરછ કરતાં તેનું નામ હિરેનભાઈ પ્રફુલ્લભાઈ સેજપાલ (ઉ.વ. ૪૧) રહેવાસી સુરત હોપવાનું જણાવ્યું હતું. જેની વિરુદ્ધ ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ ૪૮ કિમત રૂપિયા ૪૮૦૦ કબજે કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે. વધુ તપાસમાં કેન્દ્રશાસિત રાજ્ય દમણથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભંડુરી સરકારી દવાખાના પાસે રહેતા દિનેશભાઈ રામજીભાઈ માલમ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0