ગુજરાતમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક 400ને પાર થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64ના વધારા સાથે હાલ 461 એક્ટિવ કેસ છે
ગુજરાતમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક 400ને પાર થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64ના વધારા સાથે હાલ 461 એક્ટિવ કેસ છે
ગુજરાતમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક 400ને પાર થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64ના વધારા સાથે હાલ 461 એક્ટિવ કેસ છે. 461માંથી માત્ર 20 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે . આ ઉપરાંત 441 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. એક સપ્તાહ અગાઉ અમદાવાદમાં 100 જેટલા એક્ટિવ કેસ હતા. આમ, સપ્તાહમાં ચાર ગણોથી વધુનો વધારો થયો છે.
રાજકોટમાં કોરોનાનાં વધુ 9 દર્દીઓ નોંધાયા છે. આજે 6 દર્દીઓ હોમ આઇસોલેટ રહ્યા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. કુલ દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 18 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં 43 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
અમદાવાદમાં એક સપ્તાહ 76 એક્ટિવ કેસ હતા. આમ, એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં 3 ગણોથી વધુનો વધારો થયો છે. હાલમાં જે 241 દર્દીઓ છે તેમાંથી મોટાભાગના ઘરે જ સારવાર લઇ રહ્યા છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મંગળવારે 37 વર્ષીય મહિલાને દાખલ કરવામાં આવી હતી. આ સાથે જ હાલ સિવિલમાં કુલ ચાર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં બે પુરુષ, એક મહિલા અને એક 8 માસની બાળકીનો સમાવેશ થાય છે.
1 જાન્યુઆરી 2025થી અત્યારસુધી કોરોનાના કુલ 156 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. હાલ ગુજરાતમાં461 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સૌથી વધુ એક્ટિવ કેસને મામલે કેરળ 1416 સાથે મોખરે, મહારાષ્ટ્ર 494 સાથે બીજા, ગુજરાત ત્રીજા, દિલ્હી 393 સાથે ચોથા અને પશ્ચિમ બંગાળ 372 સાથે પાંચમાં સ્થાને છે. આ સ્થિતિએ દેશના 10 ટકા એક્ટિવ કેસ માત્ર ગુજરાતથી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0